Saturday, December 03, 2016

દિવસો જુદાઈ ના જાય છે..

આજે ફરી કેટલાય વખત પછી ફરી વાર ગુજરાતી ગીતો, ગઝલો સંભાળવાનું મન થયું અને આ સૌથી પહેલા સાંભળવાનું યાદ આવ્યું. કવિઓ એ કેટલું સુંદર લખ્યું છે અને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે શું સરસ ગાયું છે. તેમાં પણ વચ્ચે "નયણા મત વારસો" સાંકળી લઇને શું મહેફિલ જમાવી છે.. વાહ! દિલ ખુશ થયી ગયું. તદ્ ઉપરાંત આ ભાષા સમજી શકવાનો અને સંગીતની કદર હોવાનો આનંદ અને તે માટે ઉપકાર જ માનવો રહ્યો.


દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

ન ધારા સુધી ન ગગન સુધી, નહિ ઉન્નતિ ના પતન સુધી (૨)
ફક્ત આપણે તો જવું હતું, અરે એક મેક ના મન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

તમે રાંક ના છો રતન સમા, ન મળો હે આંસુઓ ધૂળ માં (૨)
જો અરજ કબૂલ હો આટલી, તો હૃદય થી જાઓ નયન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

તમે રાજરાણી ના ચીર સમ, અમે રંક નાર ની ચૂંદડી (૨)
તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે

જો હૃદય ની આગ વધી 'ગની', તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી (૨)
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાયે અગન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી
મારો હાથ ઝાલી ને લઇ જશે...


Friday, June 24, 2016

અભિપ્રાય

WhatsApp પર ફરીવાર કાંઈક વાંચવા મળ્યું ને મન વિચારોના વમળે ચડ્યું. 

તમે પરસેવે  રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે
પણ ક્યાંય પાણી નથી મળે તેમ , એવામાં તમે
એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો !
ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી
ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે.
તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે?
તેવો ઇશારો કરે છે .હાલ તમને એ વ્યક્તિ કેવો લાગે ?

આ તમારો પહેલો અભિપ્રાય છે તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે . 15 મિનિટ થવા છતાંય નીચેનો દરવાજો નથી ખુલતો ! હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો ?

આ તમારો બીજો અભિપ્રાય છે .થોડીવાર  પછી દરવાજો ખુલે અને તે વ્યક્તિ એમ કહે કે " મને વિલંબ થવા માટે માફ કરજો , પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું સરબત આપવું યોગ્ય લાગ્યું માટે થોડી વધુ વાર લાગી . હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો ?

યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મળ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.

હવે જેવું તમે સરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી!!!

હવે તે વ્યક્તિ તમને કેવો લાગે???

એક સામાન્ય પ્રસંગ માં પણ જો આપણો અભિપ્રાય આટ્લો ખોખલો અને સતત બદલાતો હોય તો આપણે કોઇનો પણ અભિપ્રાય આપવાને લાયક સમજવા જોઈએ કે નહી ?

હકીકતે દુનિયા માં એટલું સમજાયુ કે જો તમારી અપેક્ષાના ચોખટામાં બંધબેસતું વર્તન સામેની વ્યક્તિ કરે તો તે સારી નહીં તો તે ખરાબ! –
બરોબર ને???

Sunday, June 19, 2016

માણસાઈ

આજ-કાલ WhatsApp પર ઢગલાબંધ વસ્તુઓ આવે-જાય છે. અમુક વાર કાંઇક સરસ મજાનું પણ વાંચવા મળી જાય ત્યારે દિલ ખુશ થઈ આવે.  આજે જાન્વીએ આ વાર્તા મોકલી ને વાંચીને મનમાં આનંદ થઈ ગયો. ખાસ કરીને એવા જમાનામાં જ્યાં માણસાઈ બહુ દૂરની વાત થઈ ગઈ છે અને લાગણીઓની બહુ કાંઈ કિંમત નથી રહી.

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે

થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
"કેમ
તારે કાંઇ લેવુ છે ?"

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ

કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
'આ ઢીંગલી નુ શું છે ?'

"જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું
'તમારી પાસે શું છે ?'

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા
અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા

બાળકે કહ્યું 'કેમ ઓછા છે ?'
વેપારી કહે
'ના આમાંથી તો વધશે'

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં પણ

એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું
'આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?'

વેપારી એ કહ્યું
'ભાઈ, આપણે મન આ છીપલા છે
એને મન તો એની સંપતિ છે
અને
અત્યારે એને ભલે ના સમજાય
પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે

કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા ત્યાંરે એ મને યાદ કરશે
અને
એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે'

 કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..


"મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી"