આપણે આજે જે કઈ છીએ તે આપણા વિચારોનું જ પરિણામ છે. બહારથી મળતી માહિતીઓ ઉપરથી જ મન વિચારો પેદા કરે છે. આપણી આંખ, કાન, નાક, જીભ, અને ત્વચા એ પાંચ ઇન્દ્રિયો માહિતી આપવાનું કામ બંધ નથી કરતી, માટે મન વિચારવાનું કામ બંધ નથી કરતું. જેવા વિચારો એવો અભિગમ અને જેવો અભિગમ એવા નિર્ણયો. જેવો નિર્ણય એવું કાર્ય અને જેવું કાર્ય તેવા પરિણામ. એનો અર્થ એ કે જો આપણે સમૃદ્ધિ જોઈતી હોય તો મનને સમૃદ્ધિની જ માહિતી પૂરી પાડવી જોઈએ. તે માટે આપણે આંખ-કાનમાં ફિલ્ટર નાખવું પડે. આ ફિલ્ટરનું નામ છે 'પ્રતિવિચાર'.
જયારે તમે કોઈ નકારાત્મક દ્રશ્ય કે વાત જોઈ-સાંભળી રહ્યા હોવ અને એ જોવું કે સાંભળવું જ પડે એમ હોય ત્યારે એ નકારાત્મક પરિસ્થિતિથી બિલકુલ વિરોધી શબ્દો મનમાં બોલો. દા.ત. રૂપિયા તો હાથનો મેલ છે. તેની સામે મનને કહો 'રૂપિયા હાથની શોભા છે.' આમ થવાથી મન એ નવા શબ્દો ઉપર વિચારો કરવા લાગશે. જો તમે તમારા મનને શ્રેષ્ઠ ખોરાક નહિ આપો તો દુનિયાના પ્રવાહો તો જાત-જાતનો ખોરાક આપવા રાહ જોઇને જ બેઠા છે. મન આપણને માત્ર એ જ આપી શકે કે જે આપણે એને આપ્યું હોય.
સાભાર-સૌજન્ય: રાજીવ ભલાણી, દિવ્ય ભાસ્કર
~~~~~*~~~~~
The name of this magazine is "abghadi". "Abghadi" in Gujarati translates to "right at this moment" and this two-page magazine comes out every month, I believe. The group of people who put it together expect that you read it instantly. It is in Gujarati because most Gujaratis are forgetting how to read Gujarati because of lack of practice... this is their way to encourage more people to read in the language. Their slogan is "not just reading, a movement to change self" and majority of the writing reflects that. The above article is from the second issue of the magazine and I really liked it so I've made a feeble attempt to closely translate it to English below. Please feel free to share a better translation of words/phrases if you can think of any.
Translation:
What kind of food do you feed your mind?
Who we are today is the result of our thoughts. Our mind creates the thoughts from the external information. Five senses - our eyes, ears, nose, tongue, and skin don't stop relaying information, so mind does not stop thinking. Thoughts turn into approach and approaches turn into decisions. Decisions lead to effort and efforts lead to results. This means that if we want enrichment, we have to provide our minds with enriching information. For this, we have to place filters on our eyes and ears. This filter is called "rethinking".
When you are viewing/hearing about a scene with negativity and the situation forces you to see/hear that situation, then think completely opposite from that negative situation. e.g. money is like dirt of your hands. Then against that, tell (your) mind 'money adorns your hands'. By doing this, (your) mind will start thinking about these new words. If you do not feed your mind with the best possible food (nutrients) then the streams of the world are ever eager to provide (it) with various/any kinds of food. The mind can only give us what we give it.
Contributor: Rajiv Bhalani, Divya Bhaskar
Source: "Read Now", Issue no. 2
2 comments:
બહૂ સરસ
ઘણો આભાર, ચિન્મયી
Post a Comment