Sunday, May 26, 2019

રાજા રામ અને ભરતજી નો ભ્રાતૃપ્રેમ

કાકાએ આજે સરસ મજાનો રામાયણ નો પ્રસંગ યાદ અપાવી દીધો. શ્રી રામ, લક્ષ્મણ અને સિતાજી સાથે વન માં જઈ રહ્યા છે અને ભરતજીને વાતની ખબર પડે છે

ભરતજી તાબડતોબ શ્રી રામને મળવા જાય છે. ભાઈ પાસે પહોંચી ને ખૂબ મનાવે છે કે ઘરે પાછા ફરો અને રાજ પાઠ સંભાળો.

પિતા નો આદેશ એમ કેમ તોડી નંખાયશ્રી રામ ભાઈ ભરતને ના પડે છે. ખૂબ કરગર્યા છતાં જ્યારે બંને ભાઈઓ માં સુલેહ નથી થતો ત્યારે શ્રી રામ જનક રાજા ને બોલાવે છે અને મદદ માંગે છે કે સમસ્યા નો હલ શું છે? જનક રાજા ખૂબ જ ધૈર્યવાન, વાત જાણી ને ભરતજીને પૂછે છે કે તમે ભાઈને શા માટે પાછા બોલાવો છો? ભરતજી કહે છે કે "આ રાજ્ય તો ભાઈનું છે અને હું રાજા થવાને અધિકારી નથી. મારી ઈચ્છા છે કે ભાઈ પાછા ફરે અને તેમનું રાજ્ય સાંભળે."

ત્યારે જનક રાજા ભરતજી ને કહે છે: જો આપણે કોઈક ને ચાહિયે અને તેમની પર માન રાખતા હોઈએ તો એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે આપણે જે કહીયે તેવું તેઓ કરે. જેની પર પ્રેમ છે તે વ્યક્તિ ને શું ગમે છે? તેમને શું કરવું છે તે જાણવું જોઈએ અને તે કરવું જોઈએ. ભરતજી ને તત્કાલ વિચાર થાય છે કે જનક રાજા ખરી વાત કહે છે. ભાઈને પૂછે છે: "ભાઈ, (તમે) મને આજ્ઞા કરો, હું શું કરું." એવું નથી પૂછતાં કે તમારે શું કરવું છે? બસ, એમ જ પૂછે છે. હું શું કરું? આગળ શું થાય છે તે આપણને સૌને ખબર જ છે.

વાત એમ છે કે જયારે આપણે આપણા સ્વજનોની પાસે થી કઈક અપેક્ષા રાખીયે છીએ કે તેઓ કઈક વસ્તુ કરે કે અમુક પ્રકારનું વર્તન કે વ્યવહાર કરે, ત્યારે આપણે ખરેખર તેમને ગમે તેવું કરવા માંગીયે છીએ કે આપણને ગમે તેવું? વિચાર કરવા જેવું છે. ખાસ કરીને જયારે ઘરના લોકો ની વાત હોય - માં, બાપ, ભાઈ-ભાંડું, સંતાનો, વિ. જેની પર પ્રેમ છે તે વ્યક્તિ શું ચાહે છે? તેમની શું ઈચ્છા છે? તે પ્રમાણે કરીયે તો જ તે સાચો પ્રેમ છે. નહિતો બસ સ્વાર્થ જ છે, પ્રેમ નથી. પ્રેમ માં સમર્પણ છે, જતું કરવાની ભાવના છે અને બીજા ની ખુશી માં જ પોતાની ખુશી છે કારણકે બીજા ની ખુશી અને આનંદ નું મૂલ્ય પોતાના કરતા અનેક ગણું વધારે છે.

No comments: