મને કોઇ રિસાય એ જરાય ન ગમે. જે કોઇ રિસાય ને એની કિમ્મત મારે મન ઘટી ગઇ સમજો. અને મારા માટે જ નહિ, બીજા ઘણાઓ માટે આ વાત સાચી હશે.
એક જણ ખોટુ લગાડેં તે એક નહિ પણ અનેક લોકો ને નુકસાન કરે છે. સૌથી પહેલા તો જે વ્યક્તિ રિસાય એને જ મોટામાં મોટો ગેરફાયદો થાય. પુછો કેમ? જે વ્યક્તિ રિસાય એણે પોતે રિસાયા છે તે દેખાડવું પડે. એમાં જ સૌથી વધુ પ્રયત્ન કરવો પડે - નક્કામો શક્તિ નો વ્યય થાય અને પછી ખોટું લાગ્યું હોય એટલે સ્વમાન ઘવાયુ છે એવો પણ દેખાડો કરવો પડે. જો એમાં પાછુ કોઇક મનાવવા આવે તો ગુસ્સો કરવો પડેે એટલે બી.પી. વધી જાય તે નફામાં. અને છેવટે તમે જે કાઇ પ્રવ્રુત્તી બીજા કરતા હોય એમાં થી તમારી જાતને બાકાત કરો એટલે તમને તેમાં પણ સામેલ થવા ન મળે. અને આ બધા ઉપ્રાંત આજુ-બાજુ વાળા લોકો ને તમે બહુ મોંઘા છો તે બાબત ખબર પડે એટલે તમારી છાપ પર થોડી માઠી અસર થાય. કેમકે હવે તમે તે લોકો માટે મનપસંદ વ્યક્તિ ન ગણાવ. અને કોઇ હાઇ-મેઇન્ટેનન્સ હોય એટલે લોકો બને ત્યા સુધી તમને કોઇ જલસામાં સામેલ કરતા પહેલા બે વાર વિચાર કરે. એટલે આમ જોવા જાવ તો "બાવા ના બેય બગડ્યા" જેવું થાય. મોટા મોટા ઉમ્મરવાળા ભણેલા લોકો ને મોઢા ચઢાવતા જોવો ત્યારે થાય કે ખરેખર ભણ્યા પણ ગણ્યા નહિ.
હવે ફરી વાર મોઢું ચઢાવો તે પહેલા એક વાર વિચાર કરજો, કોના ફાયદા માટે છે? તમારા કે સામેવાળાનાં?
6 comments:
omg!!!! the terrible repercussions!!!!
well written buddy, maja aavi gai :)
good one.... pan kaun risau chhe tari aaju baaju e to kaho?
bahu saras.
aha...bahut ache. should be in other blog but.
@Ami, Kumar, Bhavesh: આભાર... તમને ગમ્યું જાણી ઘણો આનંદ થયો. :)
@Jigar: આમ તો કોઇ નહી પણ કોઇક ને આમ થોડો અણગમો થયો એટલે પછી એના પર થોડું લખી નાખ્યું.
Dhanu j saras lakhyu chhe. Pan dhani var avu lage chhe ke રીસામણા-મનામણા ne lidhe j to life aagal chale chhe, ana vagal life ubhi rahi gayi hoy avu lage chhe
Post a Comment